Welcome to Srikar Masala — Discover authentic spices made with tradition and purity.
  • Gujarat માં ફ્રી ડિલિવરી
  • ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ
  • સેફ & હાઈજીનિક પેકિંગ
  • WhatsApp દ્વારા ઓર્ડર
Need Help? +91 9925094980

શ્રીકર રેસીપી

કાઠિયાવાડી રજવાડી કઢી-ખીચડી

Rajwadi Kadhi Khichdi

શ્રીકર કઢી-ખીચડી મસાલાથી રોજની કઢીને આપો રજવાડી ગુજરાતી સ્વાદ. ખીચડી સાથે પરફેક્ટ કમ્ફર્ટ ફૂડ રેસીપી.

07 Aug 2026 સામગ્રી સાથે સ્ટેપ-બાય-સ્ટેપ
કાઠિયાવાડી રજવાડી કઢી-ખીચડી

કઢી-ખીચડી એટલે ગુજરાતી ઘરની સૌથી આરામદાયક થાળી. સાદી કઢીમાં શ્રીકર કઢી-ખીચડી મસાલો ઉમેરતા જ સુગંધ અને સ્વાદમાં નવો રજવાડી ટચ આવે છે — ખાસ કરીને ગરમ ઘી સાથે તો મજા બમણી!

બનાવવાની રીત

  1. છાશમાં ચણાનો લોટ ગાંઠ વગર ફેંટો. તેમાં આદુ-મરચાંની પેસ્ટ અને શ્રીકર કઢી-ખીચડી મસાલો ઉમેરો.
  2. મિશ્રણને મધ્યમ તાપે ચઢાવો અને સતત હલાવતા ઉકળવા દો જેથી કઢી ફાટે નહીં.
  3. અલગ વઘારિયામાં ઘી ગરમ કરી રાઈ, જીરું, સૂકા મરચાં અને મીઠો લીમડો ફોડો.
  4. આ વઘાર કઢીમાં ઉમેરો અને 5 મિનિટ ધીમા તાપે ઉકાળો.
  5. ચોખા અને મગની દાળની નરમ ખીચડી સાથે કઢી, પાપડ, અથાણું અને ઉપરથી ઘી સાથે પીરસો.

આ રેસીપી માટે શ્રીકર પ્રોડક્ટ

અસલી સ્વાદ ઘરે લાવો — મસાલો હમણાં જ ખરીદો.

શ્રીકર ટિપ: કઢીને થોડું લાંબું ઉકળવા આપશો તો ચણાના લોટની કાચી સુગંધ દૂર થાય અને સ્વાદ વધુ ગાઢ બને છે.